Sabarkantha news: ટોલ પ્લાઝા પર આવકવેરા વિભાગના દરોડા, આ કારણે હાથ ધરાયું સર્ચ ઓપેરેશન

સોર્સ : GSTV
સાબરકાંઠાના નેશનલ હાઇવે 48 પર પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલ પ્લાઝા ખાતે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. ટોલ ટેક્સમાં ગોલમાલ થયાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન હિસાબોમાં વિસંગતતા જોવા મળતા અધિકારીઓએ ટોલ પ્લાઝાની ઓફિસમાં દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરી અને કર્મચારીઓના મોબાઇલ ફોન જમા લીધા છે. આઇટીની ટીમ દ્વારા ઓફિસમાં દસ્તાવેજો સહિતની તપાસ ચાલુ છે અને આ તપાસ દરમિયાન મોટી ગોલમાલ બહાર આવવાની તેમજ દસ્તાવેજોમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

