Sabarkantha news: ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર ઇકો-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણના મોત, બે વ્યક્તિ ગંભીર

સોર્સ : GSTV
ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક ઓટો રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
મંથરગતિએ ચાલતા કામને પગલે વાહન ચાલકોમાં રોષ
સાબરકાંઠાના ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. હાઈવે પર ઓટો રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બે લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાઈવે પર મંથરગતિએ ચાલતા કામને પગલે વાહન ચાલકો સહિત રાહદારીઓમાં રોષ છે.

