સાબરકાંઠા: ઝાલેટા ગામમાં રીંછે મહિલા પર હુમલો કર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે સાબરકાંઠામાં રીછના હુમલાન

ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે સાબરકાંઠામાં રીછના હુમલાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ઝાલેટા ગામમાં રીંછે મહિલા પર હુમલો કર્યો છે.
ગ્રામજનોમાં ભયનો માહોલ
રીંછે મહિલા પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી.
બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કર્યો
બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કર્યો હતો.મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઈજાઓ થતાં વિજયનગર સિવિલ લઈ જવાઈ હતી.સમગ્ર મામલે વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે..






