સુરતમાં રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોન, મહિલા પ્રતિનિધિઓએ દોડીને સશક્તિકરણની પ્રતિબધ્ધતા દર્શાવી
સુરતમાં રન ફોર ચાઈલ્ડ મેરેથોન યોજાઈ રહી છે. જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાન
સુરતમાં રન ફોર ચાઈલ્ડ મેરેથોન યોજાઈ રહી છે. જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની 250થી વધુ મહિલા પ્રતિનિધિઓ, જેમાં ક્રેન ઓપરેટર્સ અને મહિલા સિક્યુરિટી માર્શલ્સનો સમાવેશ થાય છે. તેઓ 'રન ફોર ચાઈલ્ડ મેરેથોન'માં ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે. આ પહેલમાં મહિલાઓની સક્રિય ભાગીદારી કંપનીની, સમાજની અન્ય છોકરીઓ માટે શિક્ષણ અને સશક્તિકરણની તકોને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
સંતોષ મુંધડાએ કહ્યું કે, કંપનીની મહિલા કર્મચારીઓ જેમ હજીરા સ્થિત અમારા મુખ્ય પ્લાન્ટ ખાતે હાથ ધરાયેલી અગત્યની પહેલ “શી મેક્સ સ્ટીલ સ્માર્ટરને વધુ જોર પુરો પાડે છે, તેજ રીતે આ મેરેથોનમાં પણ ભાગ લઈને અમારી મહિલા કર્મચારીઓએ સૌનો ઉત્સાહ વધારવા તૈયાર છે. અમારી 'વુમન્સ ઓફ સ્ટીલ'ની મેરેથોનમાં સક્રિય ભાગીદારી, સમાજની અન્ય છોકરીઓ માટે વિકાસની તકોનું સર્જન કરવા અને સમાજની પ્રગતિ માટે સક્રિય યોગદાન આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વધુમાં, આયોજિત થઈ રહેલી ઈવેન્ટમાં કંપનીના વિવિધ વિભાગોમાંથી મોટી સંખ્યામાં તમામ વર્ગના કર્મચારીઓ પણ મેરેથોનમાં જોડાશે.
દરેક છોકરીઓને શિક્ષણ મેળવવાની, આગળ વધવાની અને પોતાના સપનાંઓને સાકાર કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે રવિવારે શહેરમાં જે ઈવેન્ટ આયોજિત થઈ રહી છે, તે લોકો અને વિવિધ સંસ્થાઓને એકસાથે લાવી, એક સમાન લક્ષ્ય પર પહોંચાડવા માટેની પ્રેરણાદાયી તક સમાન છે.






