મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આચારસંહિતાના ધજાગરા ઉડાવતા શાસક પક્ષ નેતા, પાલિકાએ ફાળવેલી ગાડી લઈને પહોંચ્યા કાર્યક્રમમાં

સુરતમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. જેની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આચાર સંહિતા હોવા છતાં શ

સુરતમાં આચારસંહિતાના ધજાગરા ઉડાવતા શાસક પક્ષ નેતા, પાલિકાએ ફાળવેલી ગાડી લઈને પહોંચ્યા કાર્યક્રમમાં

સુરતમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. જેની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આચાર સંહિતા હોવા છતાં શાસક પક્ષ નેતા સરકારી ગાડીમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. મનપાના કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા કોર્પોરેશનએ ફાળવેલી ગાડીમાં પહોંચ્યાં હતાં. આચાર સંહિતાને લઈને મેયર, ચેરમન સહિતના પદાધિકારીઓ સરકારી ગાડી જમાં કરાવી દીધી છે. પરંતુ શાસક પક્ષ નેતા સશીબેન ત્રિપાઠીએ કોર્પોરેશનએ ફાળવેલી ગાડી હજુ સુધી જમા કરાવી નથી. 

આ પણ વાંચોઃ વલસાડમાં આચારસંહિતાનો અમલ શરૂ, પારડીમાંથી 143 હોર્ડિંગ્સ પોસ્ટરો, વોલ પેઇન્ટિંગ દૂર કરાયા 

સરકારી કાર્યક્રમમાં પાલિકાની ગાડી

SMCનાં વોર્ડ નંબર-18 માટે ચૂંટણી થનારી છે. જેથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. સુરતના મેયર-ચેરમેને SMCની સરકારી ગાડી પરત કરી નથી. કેટલીક સમિતિના ચેરમેનોને મોહ છૂટતો નથી. કેટલાક ચેરમેન હજી પણ SMCની સરકારી ગાડીમાં દેખાયા હતાં. આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા મેયર સહિતના અન્ય વાહનોમાં આવ્યાં હતાં. જ્યારે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી પાલિકાની સરકારી ગાડીમાં આવ્યાં હતાં.

3 ઝોનને અસર

કોર્પોરેટર ગેમર દેસાઈનો ગત વર્ષે અકાળે અવસાન થયું હતું. ૯ મહિના બાદ વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણી જાહેર થઈ છે. 16 ફેબ્રુઆરીના રોજ પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. પેટા ચૂંટણીને કારણે SMCના ત્રણ ઝોનને અસર થશે. વિકાસ કામો અને બજેટને અસર થવાની શક્યતાઓ છે. વોર્ડ નંબર-18 ત્રણ જુદા જુદા ઝોનને સ્પર્શી રહ્યું છે. ઉધના, લિંબાયત, વરાછા-એ ઝોનનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો