મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મારો દીકરો જીવે છે કે નહીં, કંઇક તો બોલો સાહેબ', સ્વજન ગુમાવનાર પરિવારજન

રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોન

'મારો દીકરો જીવે છે કે નહીં, કંઇક તો બોલો સાહેબ',  સ્વજન ગુમાવનાર પરિવારજન

રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ પરિવારજનો પોતાના સ્વજનોને શોધવા માટે પહોંચ્યા હતા. પરિવારજનોએ મિસિંગ લોકો માટે તંત્રને આજીજી કરી હતી અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માંગ કરી હતી. 

હૉસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ગુમ થયેલા લોકોને શોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે રકઝક પણ થઇ હતી. પરિવારજનો પોતાના સ્વજનની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચેલા પરિવારજનોને સાંત્વના આપી.

પરિવારજને અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે, 'સાહેબ કાં તો હાં પાડો કે ના પાડો,જીવે છે કે નથી જીવતો તેનો કોઇ રિપોર્ટ આપો'. અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું કે, તમે ઉપર રજૂઆત કરો કે પીડિતો આંકડો માંગે છે, તમે અમને મિસિંગ થયેલા લોકોનો આંકડો આપો."

સ્વજનો ગુમાવનારા પરિવારજનોએ કહ્યું કે, 'સાહેબ, જો તમારો દીકરો હોત તો શું થાત?' અધિકારીએ કહ્યુ કે, હું તમારૂ દુ:ખ સમજી શકુ છું.'

આ સમાચાર શેર કરો