મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ACBની સફળ ટ્રેપ: RTO કચેરીનો કર્મચારી રૂ. 7 હજારની લાંચ લેતા ઝડપાયો

નવસારી આરટીઓમાં સહાયક મોટર વાહન નિરીક્ષકને એસીબીએ રુપિયા 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. કર્મચારીની

નવસારીમાં ACBની સફળ ટ્રેપ: RTO કચેરીનો કર્મચારી રૂ. 7 હજારની લાંચ લેતા ઝડપાયો

નવસારી આરટીઓમાં સહાયક મોટર વાહન નિરીક્ષકને એસીબીએ રુપિયા 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. કર્મચારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારી RTO કચેરીમાં સહાયક મોટરવાહન નિરિક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ નવસારી હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકને જુદા જુદા બહારના હેઠળ રોકી તેને ડીટેન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી 5,000થી લઈને 10,000 રૂપિયાની લાંચ માંગતો હતો. 

જોકે, એક જાગૃત ટ્રક ચાલક/માલિક આ લાંચની રકમ આપવા માંગતો નહોતો.  તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. પરિણામે નવસારી એસીબીએ ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યુંને લાંચિયા કર્મચારીને રૂપિયા 7 હજારને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. 

આ સમાચાર શેર કરો