Valsad: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં RPFનો 40 મો સ્થાપના દિવસ ઉજવાયો
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે 13 ઓક્ટોબર, 2025ના રોજ વલ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે 13 ઓક્ટોબર, 2025ના રોજ વલસાડ જિલ્લાની મુલાકાતે છે. ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) નો 40 મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
RPF જવાનોને સંબોધન અને પુરસ્કાર એનાયત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ RPFના જવાનોને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે RPFને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય હેઠળ 1985 માં માન્યતા મળી હતી.
આ કાર્યક્રમમાં RPF માં પ્રશંસનીય સેવા આપનાર 41 જવાનોને મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવશે. જે જવાનોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટેનો મહત્વપૂર્ણ પ્રસંગ હતો.
ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો
સ્થાપના દિવસની ઉજવણીમાં યોજાયેલી પરેડમાં વિવિધ દળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં:
- RPSF (રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ)
- મહિલા પ્લાટૂન
- કમાન્ડો દળ
- ડોગ સ્ક્વોડ
- સેગવે પ્લાટૂન
- RPF બેન્ડ
ઉપરાંત, આ સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી આખો માહોલ ઉત્સાહથી ભરાઈ ગયો હતો.







