મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માઈભક્તો માટે કામના સમાચાર: અંબાજીમાં 4 દિવસ રોપ-વે સેવા બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા માઈભક્તો માટે કામના સમાચાર સામે આવ્યા છે. જેમાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ખાતે આ

માઈભક્તો માટે કામના સમાચાર: અંબાજીમાં 4 દિવસ રોપ-વે સેવા બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા માઈભક્તો માટે કામના સમાચાર સામે આવ્યા છે. જેમાં  અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ખાતે આવેલા રોપ વેની સુવિધા માઈભક્તો માટે 4 દિવસ બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સને લઇ રોપ વે  તારીખ 30/07/24 થી લઈને 02/08/24 સુધી બંધ રહશે. 

મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ થશે

યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે. આ દરમ્યાન દર્શનાર્થીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકે છે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 02/08/24 થી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે.

દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે

ઉલ્લેખનીય છે કે,  જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના નિજ મંદિરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ વેની સુવિધાનો લાભ લેતા હોય છે. 

આ સમાચાર શેર કરો