વાયરલ પત્રિકા વિવાદ: રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ભૂમિકા સામે આવી
રાજકોટમા વાયરલ પત્રિકા વિવાદ મામલે પોલીસે તપાસમાં ચોંકવનારો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમા

રાજકોટમા વાયરલ પત્રિકા વિવાદ મામલે પોલીસે તપાસમાં ચોંકવનારો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ભૂમિકા સામે આવી છે.રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા મામલે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી અને ચાર પાટીદાર યુવકોની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ભૂમિકા સામે આવી
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજના આંગણે 20 વર્ષ બાદ પ્રસંગ આવ્યો હોવાની પત્રિકા વાયરલ કરાઈ હતી.જેમાં કહેવાયું હતું કે રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે 7 તારીખે માણસ ઘટવુ ન જોઈએ.
પત્રિકા વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર નિશાન તાક્યું
આ પત્રિકા વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર નિશાન તાક્યું અને શહેર ભાજપ પ્રમુખ ભરત બોઘરાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી, નીતિ નથી, તેથી પરસ્પર વૈમન્સ્ય ઊભું કરે છે સાથે જ આરોપ લગાવ્યો કે જ્ઞાતિ વચ્ચે, જાતિ વચ્ચે અને ધર્મ વચ્ચે કોંગ્રેસ વેર ફેલાવે છે.
લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે ભાજપે રાજકોટ બેઠક (Rajkot Seat) પર સતત ત્રીજી ટર્મ કેન્દ્રીય મંત્રી અને કડવા પટેલ જ્ઞાાતિના પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ને ટિકીટ આપી છે, અને કોંગ્રેસ (Congress)એ રૂપાલા સામે અમરેલીના જ અને લેઉઆ પટેલ જ્ઞાાતિના પરેશ ધાનાણી (Paresh Dhanani)ને ટિકીટ આપી છે. બન્ને વચ્ચે સીધો ચૂંટણી જંગ છે.






