સુરતમાં બ્લેકના પાંચ કરોડ રૂપિયા વાઈટ કરાવવા જતાં થઈ લૂંટ, ભર બપોરે કારમાં આવેલા 4 રોકડા લઈ ફરાર
આપણે ત્યાં કહેવત છે કે, લોભીના ધન ધૂતારા ખાય..આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીત

આપણે ત્યાં કહેવત છે કે, લોભીના ધન ધૂતારા ખાય..આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસ મેને પોતાના રૂપિયા વાઈટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો. બાદમાં બ્લેકને વાઈટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના પાંચ કરોડ લઈ ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચાર આરોપીઓ રૂપિયા લઈ ગયા
રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસ મેનના પાંચ કરોડ રૂપિયાની થઈ લૂંટ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો. ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી. જ્યારે આરોપીઓ વેસ્મા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.
છ મહિનાથી વાત ચાલતી હતી
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, છ મહિનાથી જે પૈસા હતા તે વાઈટ કરવા માટે તેઓએ 15 દિવસમાં સંપર્કમાં હતાં. તે બન્ને જણ આવ્યા હતાં. ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આવ્યા હતાં. આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે, વાઈટ ઈન્નોવા ગાડી છે. હાલ આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદીને પાવર લૂમ્સની ફેક્ટરી છે. ફરિયાદીએ હાલ પાંચ કરોડ હોવાનું કહ્યું છે.








