મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સોનું ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, હત્યા અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે લૂંટનો વધુ એક બનાવ સામે આવ્ય

અમદાવાદ: સોનું ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, હત્યા અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે લૂંટનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં કાગડાપીઠ નજીક એક્ટિવા પર જઈ રહેલ જવેલર્સના કર્મચારી રોકીને લૂંટારૂઓ એક કિલો સોનું ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે એક જવેલર્સનો કર્મચારી સોના દાગીના માણેકચોકથી લઇ નીકળ્યો હતો. આ દરમિયાન કાગઠાપીઠ નજીક એક્ટિવા પર આવેલા લૂંટારૂઓએ આ કર્મચારીને રોકીને તેની પાસે રહેલી કિલો સોનાની બેગ લઈને છૂમંતર થઈ ગયા હતા. 

લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રોગિતમાન હાથ ધર્યા

બીજી તરફ આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચીને લૂંટારૂઓને પકડવા ચક્રોગિતમાન હાથ ધર્યા છે. 

આ સમાચાર શેર કરો