મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવી

અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાન

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવી

અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં જીમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લાખો રૂપિયાની રોકડ લઈને રીક્ષામા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી નાખીને 65 લાખ રૂપિયાના રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 

પોલીસે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા

બીજી તરફ આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. 

આ સમાચાર શેર કરો