ભિલાડમાં લૂંટ કરનાર કાશીમાં બની ગયો હતો સાધુ, છુપા વેશે ફરનારને 21 વર્ષે ઝડપી લેવાયો
કાયદા માટે પણ એવું જ કહેવાય છે. આરોપી કાયદો તોડીને ભૂલી જાય પણ કાયદો નહી. આવો જ બનાવ વલસાડના ભિલાડમાં સામે આવી હ

કાયદા માટે પણ એવું જ કહેવાય છે. આરોપી કાયદો તોડીને ભૂલી જાય પણ કાયદો નહી. આવો જ બનાવ વલસાડના ભિલાડમાં સામે આવી હતી. ભિલાડમાં 21 વર્ષ અગાઉ લૂંચ ચલાવીને ફરાર થઈ ગયેલો આરોપી ઝડપાયો છે. આરોપીએ કાયદાથી બચવા માટે સાધુનો વેશ ધારણ કર્યો હતો. જો કે, તેમ છતાં પકડી લેવામાં આવ્યો છે.
ધમકી આપી હતી
જિલ્લાના એસપી ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ ભિલાડ પોલીસે જૂના કેસોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 2004માં થયેલી લૂંટના કેસનો મુખ્ય આરોપી હજુ ફરાર હોવાની માહિતી મળી હતી. આરોપી આનંદ શવિપુજન તિવારીએ તેના સાગરિતો સાથે રિવોલ્વર, ચાકુ અને ગુપ્તી જેવા હથિયારો વડે ફરિયાદીને બાંધીને 23,500ની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં ફરાર થઈ ગયા હતા.
નામ પણ બદલી નાખ્યું હતુ
પોલીસથી બચવા માટે આરોપીએ સાધુનો વેશ ધારણ કર્યો હતો. તે "શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ" નામથી કાશીના ચોસઠી મઠમાં રહેતો હતો. ભિલાડ પોલીસ મથકના PI આર.પી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમે બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો. પોલીસની ટીમે વેશ બદલીને મઠમાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો. 21 વર્ષથી ફરાર આરોપીને પકડીને વધુ કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.








