મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની તંદૂર હોટેલમાં પ્રેમીએ જ પ્રેમિકાની કરી હત્યા, આત્મહત્યા કરવા જતાં આરોપીને પોલીસે પકડ્યો

અમદાવાદના એરપોર્ટ નજીકની હોટેલ માં પ્રેમી એ પ્રેમિકાની પૈસાની લેતી દેતી બાબતે

અમદાવાદની તંદૂર હોટેલમાં પ્રેમીએ જ પ્રેમિકાની કરી હત્યા, આત્મહત્યા કરવા જતાં આરોપીને પોલીસે પકડ્યો

અમદાવાદના એરપોર્ટ નજીકની હોટેલ માં પ્રેમી એ પ્રેમિકાની પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી નાખવા ના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હત્યારા પ્રેમી ની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રેમી હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાની ફિરાકમાં હતો ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો

અમદાવાદમાં રવિવારની રાતના એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટેલના મેનેજરે પોલીસને જાણ કરી હતી કે તેની હોટેલના રૂમ નંબર 108માં એક યુવક અને યુવતી રોકાયા હતા. જેમાં યુવક જમવાનું લાવું તેમ કહીને નીકળી ગયો હતો અને કલાકો સુધી ન આવતા મેનેજરે રૂમમાં તપાસ કરતાં યુવતીનો હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ જાણકારી બાદ અમદાવાદની એરપોર્ટ પોલીસને મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરુ કરી હતી.

જ્યાં પોલીસને જાણવા મળ્યું હતું કે રવિવારની બપોરના 12 વાગ્યાની આસપાસ નસરીન બનો ફિરોઝ અખ્તર અને ચિંતન વાઘેલા હોટેલમાં આવ્યા હતા અને ત્યાર બાદ અઢી વાગ્યાની આસપાસ ચિંતન વાઘેલા જમવાનું લઇને આવું એવું કહીને નીકળી ગયો હતો. બાદમાં પરત ન ફરતા હોટેલ ના મેનેજરે રૂમ તપાસતા નસરીન બનો ફિરોઝ અખ્તરનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો અને હત્યા કર્યાંની શંકા ચિંતન વાઘેલા પર ગઈ હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હત્યાના આરોપી ચિંતન વાઘેલાની આંણદના ચિખોદરા ચોકડી નજીકથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ આરોપી ચિંતન વાઘેલાએ કબૂલાત કરી હતી કે આજથી 2 વર્ષ પહેલા સરદારનગર નજીક આવેલ ખાનગી કોમ્પલેક્ષમાં નસરીન બનો ફિરોઝ અખ્તર ટેલિકોલિંગની કંપનીમાં નોકરી હતી. ત્યારે ચિંતન વાઘેલા પણ નજીકના કોમ્પ્લેક્સમાં શેરબજારનું કામ કરતો હતો ત્યારે બંને વચ્ચે પરિચય થયો હતો. ત્યાર બાદ પ્રેમ થયો હતો અને બંને એક સાથે રહેવા લાગ્યા હતા. વારંવાર અને એક એક મહિના સુધી હોટેલમાં સાથે રહેતા હતા ત્યારે ચિંતન વાઘેલાએ આ બે વર્ષના પ્રેમ સંબંધમાં અંદાજે 17 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

ત્યાર બાદ છ માસ પહેલા ચિંતન વાઘેલા બેરોજગાર થઈ ગયો હોવાથી પ્રેમિકા નસરીન બનો ફિરોઝ અખ્તર પાસે થી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે પૈસા નસરીન બનો ફિરોઝ અખ્તરે પોતાની માતાના દાગીના વેચીને પ્રેમી ચિંતન વાઘેલાને ઉછીના આપ્યા હતા ત્યારે નસરીન બનો ફિરોઝ અખ્તરના પરિવાર તરફથી પૈસાની માંગણી થતી હતી. જેથી પ્રેમિકા નસરીન બનો પ્રેમી ચિંતન પાસે વરંવાર પૈસાની માંગણી કરતાં બંનેએ રવિવારના દિવસે એરપોર્ટ નજીકની તંદુર હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું. જે સમયે બંને વચ્ચે 50 હાજરની રકમને લઇને ઝગડો થયો હતો અને જેમાં મૃતક પ્રેમિકા નસરીન બનો ફિરોઝ અખ્તરે ચિંતન વાઘેલાને માં અને બહેનને લઇને અપશબદો આપતા ચિંતન વાઘેલાએ પ્રેમિકા નસરીન બનો ફિરોઝ અખ્તરનું ગાળું દબાવીને હત્યા કરી નાખીને ફરાર થઇ ગયો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નસરીન બનો ફિરોઝ અખ્તર મૂળ ગોરખપુરની છે અને એકલી અમદાવાદમાં રહેતી હતી. આરોપી પ્રેમી ચિંતન વાઘેલા હીરાવાડી નજીક પોતાના પરિવાર સાથે રહેતો હતો અને હત્યા કર્યા બાદ રીક્ષામાં બેસી કાલુપુર ગયો ત્યાંથી હાથીજણ અને ત્યાંથી આણંદના ચિખોદરા પહોંચ્યો હતો. ત્યારે આરોપી ચિંતન વાઘેલા આત્મહત્યા કરવા માટેથી બ્રિજ પરથી પડતું મુકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે એક પ્રેમ સંબંધમાં પૈસાના કારણે કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ સમાચાર શેર કરો