મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા : સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થયેલી લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા બે વર્ષ બાદ ઝડપાઈ

Sabarkantha News : સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી બે વર્ષ પૂર્વે સોના-ચાંદીના દાગીના લઈને ફરાર

સાબરકાંઠા : સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થયેલી લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા બે વર્ષ બાદ ઝડપાઈ

Sabarkantha News : સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી બે વર્ષ પૂર્વે સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થયેલી લૂંટેરી દુલ્હન ગેંગની મહિલાને પોલીસે ઝડપી પાડી છે. મહેસાણા જિલ્લાના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દિગથલિ વિસ્તારની કીરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્નની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ લૂંટેરી દુલ્હન કીરુબેન પાંચ લાખથી વધારેની કિંમતના સોનાચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. આ  મામલે ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે બે વર્ષ અગાઉ 25-12-2022ના રોજ 8  લોકો સામે નામજોગ અને 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે વર્ષથી નાસતી ફરતી લૂંટેરી દુલ્હન ગેંગની મહિલાની અટકાયત કરવામાં આવી હતી. આ મહિલા લૂંટેરી દુલ્હન ગેંગમાં કન્યાની નકલી માતા બની હતી.

આ સમાચાર શેર કરો