RAJKOT : પૂર્વ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરે ફાઈલો મુકી જનારા RMCના 9 ઈજનેરોના નામ સામે આવ્યાં
Rajkot News : ગઈકાલે મોડી સાંજે રાજકોટ મહાપાલિકાના પૂર્વ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સે દરોડ

Rajkot News : ગઈકાલે મોડી સાંજે રાજકોટ મહાપાલિકાના પૂર્વ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમના ઘરેથી મોટા પ્રમાણમાં રાજકોટ મહાપાલિકાના વિભાગની ફાઈલો મળી આવી હતી. વિજિલન્સની ટીમે આ તમામ ફાઈલો કબ્જે કરી હતી.
બીજી બાજુ પૂર્વ સીટી ઈજનેર અલ્પના મિત્રાએ કહ્યું હતું કે આ ફાઈલો વિશેતેઓ કંઈ પણ જાણતા નથી અને તેમના ઘરે કોણ ફાઈલો મુકી ગયું એ પણ તેમને ખબર નથી. હવે મળતા સમાચાર મુજબ અલ્પના મિત્રાના ઘરે ફાઈલો મુકી જનારા RMCના આ 9 ઈજનેરોના નામ સામે આવ્યાં છે :
(1) કપિલ જોષી
(2) દિવ્યેશ ત્રિવેદી
(3) વી.એચ.ઉમટ
(4) એચ.એમ.ખખ્ખર
(5) આસિ.એન્જિનિયર રાજેશ રાઠોડ, ડ્રેનેજ પ્રોજેક્ટન
(6) અધિક મદદનીશ ઈજનેર અશ્વીન કણજારીયા, વોટરવર્ક્સ
(7) અધિક મદદનીશ ઈજનેર હિરેનસિંહ જાડેજા, વોટરવર્ક્સ
(8) અધિક મદદનીશ ઈજનેર દેવરાજ મોરી, વોટરવર્ક્સ
(9) વર્ક આસિ. અંકિત તળાવીયા, વોટરવર્ક્સ
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટ મહાપાલિકાના સીટી ઈજનેરના પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ અલ્પના મિત્રા પોતાના ઘરેથી સમાંતર ઓફિસ ચલાવતા હતા. RMCના આઠ ઈજનેરો કલ્પના મિત્રાના ઘરે ફાઈલો લઈને તેમની સહી કરાવવા પહોંચ્યા હતા. આ રીતે જૂની તારીખમાં અલ્પના મિત્ત્રાની સહી લેવા અને કામગીરીને પ્રભાવિત કરવાની કારસ્તાની સામે આવી છે. અલ્પના મિત્રા મામલે કમીશ્નરે તપાસના આદેશ આપ્યા છે.
ગઈકાલે સોમવારે સાંજે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા અલ્પના મિત્રાના નિવાસસ્થાને વિજીલન્સ અધિકારી ભરત કાથરોટીયા સહિતના અધિકારીઓ બે મહિલા પોલીસ અધિકારી અને બે મહિલા કોન્સ્ટેબલને સાથે લઈને ત્રાટક્યા હતા અને પચાસેક ફાઈલો, રજીસ્ટરો કબજે કર્યા છે જે અંગે હવે કમિશનરના માર્ગદર્શનમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવશે. આ ફાઈલો ડ્રેનેજ અને વોટરવર્ક્સના મરમ્મતના લાખોની ચૂકવણીના બિલો સહિતની હતી.








