મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રિક્ષા ચાલક અને તેના સાગરિતોએ યુવાનને ડરાવીને લૂંટી લીધો, રસ્તા વચ્ચે ફેંકીને થયા ફરાર

ઝારખંડથી આવેલા યુવકને રિક્ષા ચાલકે દાણીલીમડામાં ગળા ઉપર છ

Ahmedabad news: રિક્ષા ચાલક અને તેના સાગરિતોએ યુવાનને ડરાવીને લૂંટી લીધો, રસ્તા વચ્ચે ફેંકીને થયા ફરાર

ઝારખંડથી આવેલા યુવકને રિક્ષા ચાલકે દાણીલીમડામાં ગળા ઉપર છરી મૂકીને મોબાઇલ, રોકડ અને બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા સહિત કુલ રૃ. ૧.૨૮ લાખની મતા લૂંટી લીધી હતી અને યુવકને ઉતારીને ત્રણ શખ્સો ભાગી ગયા હતા. યુવક કાલુપુરથી રિક્ષામાં  બેસીને ઘાટલોડિયા સત્તાધાર જવાનું હતું. રિક્ષા ચાલકે ચંડાળા બાજુ લઇ જઇને લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે લૂટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

યુવકને ડરાવીને થેલામાંથી ૩૫૦૦ રોકડા અને મોબાઇલ પડાવી ઓન લાઇન ખાતામાંથી રૃપિયા કાઢી લીધા

ઘાટલોડિયામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તે ૨૪-૧૦-૨૫ના રોજ વતન ઝારખંડ ગયા હતા. પંદર દિવસ પછી પરત આવીને કાલુપુર રેવલે સ્ટેશથી સત્તાધાર જવા રૃા. ૨૦૦ ભાડુ નક્કી કરી રિક્ષામાં બેઠા હતા. જ્યાં એક દંપતિ દાણીલીમડા જવા રિક્ષામાં બેઠુ હતું દાણીલીમડાથી રિક્ષા ચાલકે અજાણ્યા બે શખ્સોને રિક્ષામાં બેસાડયા હતા. રિક્ષા ચાલકની બાજુમાં બેઠેલા બન્ને શખ્સો આસપાસ આવીને બેસી ગયા હતા. 

 મોબાઇલ ફોનથી બેન્ક એકાઉન્ટમાં પડેલા રૃા. ૮૪,૫૯૩  કાઢી લીધા

ચંડાળો તળાવ પાસે કાશીરામ ત્રણ રસ્તા પાસે શખ્સે યુવકના ગળા પર છરી મૂકીને તારી પાસે જે કંઇ હોય તે આપી દે કહીને સોનાની વિંટી, મોબાઇલ, રોકડા રૃા. ૩૫૦૦ લૂંટી લીધા બાદ ત્રણેય શખ્સોએ યુવકને રિક્ષામાંથી ઉતારીને નાસી ગયા હતા અને  મોબાઇલ ફોનથી બેન્ક એકાઉન્ટમાં પડેલા રૃા. ૮૪,૫૯૩  કાઢી લીધા હતા. આમ કુલ રૃ. ૧.૨૭ લાખની મતા લૂંટી લીધી હતી. 

આ સમાચાર શેર કરો