મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શહેરના કેટલાક શટલ રીક્ષા ચાલકો કરે છે જાહેરનામાનું સરેઆમ ઉલંલ્ઘન?, જાણો શું સમગ્ર મામલો

અમદાવાદમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા પેસેન્જરને બેસાડીને અવાવરું સ્થળ

Ahmedabad news: શહેરના કેટલાક શટલ રીક્ષા ચાલકો કરે છે જાહેરનામાનું સરેઆમ ઉલંલ્ઘન?, જાણો શું સમગ્ર મામલો

અમદાવાદમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા પેસેન્જરને બેસાડીને અવાવરું સ્થળ જઇને ચાકુ બનાવીને ડરાવીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ કમિશનરે આવા બનાવો ઝડપી ઉકેલી શકાય તે માટે રિક્ષાની સીટ પાછળ ડ્રાઇવરનું નામ અને સરનામું લખવાનું હોય છે જેથી મુસાફરી કરતા પેસેન્જર આ નંબર નોંધી શકે પરંતુ અમદાવાદમાં મોટા ભાગની રિક્ષામાં આ જાહેરનામાનો અમલ થતો નથી.

કાલુપુર રેલવે સ્ટેશન, રાણીપ ગીતા મંદિર એસટી બસ સ્ટોપથી બેસાડી, લૂંટીને રસ્તામાં ઉતારી દે છે

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શટલ રિક્ષા ચાલકો દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર તથા રાણીપ બસ સ્ટેન્ડથી બહાર ગામથી આવતા પેસેન્જરોને બેસાડીને રસ્તામાં તકરાર કરીને ચાકુ બતાવીને તમારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી દો કહીને ડરાવીને લૂંટ ચલાવીને રસ્તામાં અધ વચ્ચે ઉતારી દેવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો