અમરેલી: અમરેલીના શેત્રુંજી ડિવિઝનના RFO લાખોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, કોન્ટ્રાક્ટર પાસેથી માંગ્યા હતા રૂપિયા
રાજ્યના અમરેલીમાંથી લાંચિયો અધિકારી ઝડપાયો છે. અધિકારીને વધારાની મલાઈ ખાવી ભારે પડી છે, મળત

રાજ્યના અમરેલીમાંથી લાંચિયો અધિકારી ઝડપાયો છે. અધિકારીને વધારાની મલાઈ ખાવી ભારે પડી છે, મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના શેત્રુંજી ડિવિઝનના RFO યોગરાજસિંહ રાઠોડ બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.
કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મામલે લાંચ માંગી
રાજુલાના વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક મામલે કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મામલે લાંચ માંગી હતી. આ મામલે એક જાગૃત નાગરિકે ACBને જાણ કરી હતી. ACBએ આ લાંચિયા અધિકારીને દબોચવા માટે છટકું ગોઠવ્યું હતું.
કોને કોને રૂપિયા પોહ્ચાડવાના હતા તે દિશામાં તપાસ થશે
અધિરીને છટકામાં જ દબોચ્યો હતો. તેમજ લાંચિયા આરએફઓ યોજરાજ સિંહ રાઠોડ, અને કરાર આધારિત કર્મચારી વિસ્મકાય રાજ્યગુરુને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લાંચ મામલે આરએફઓ કોને કોને રૂપિયા પોહ્ચાડવાના હતા તે દિશામાં તપાસ થઈ શકે છે.






