વન વિભાગ ઊંઘતું રહ્યું ને મહેસૂલ વિભાગે બાજી મારી! ચોટીલામાં ગેરકાયદે લાકડાની હેરફેર ઝડપાઈ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રિએ નાયબ કલેક્ટરના નેતૃત્વમાં વહીવટી તંત્


ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રિએ નાયબ કલેક્ટરના નેતૃત્વમાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર લાકડા હેરફેરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પરવાનગી વગર લીલા લાકડા ભરીને જતી 15 આઈસર ટ્રકોને ઝડપી પાડી કુલ 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મધરાતે નાયબ કલેક્ટરનું ઓપરેશન
ચોટીલાના પ્રાંત અધિકારી (નાયબ કલેક્ટર) એચ. ટી. મકવાણા અને તેમની ટીમે બાતમીના આધારે ગત રાત્રે 12:00 થી 4:00 વાગ્યા દરમિયાન નેશનલ હાઈવે પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના વાહતુક પાસ (Permit) કે લાકડા કાપવાની મંજૂરી વગર પસાર થઈ રહેલી 15 આઈસર ટ્રકોને અટકાવવામાં આવી હતી.
રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત
તમામ 15 વાહનોમાં ગેરકાયદેસર રીતે કપાયેલા લીલા લાકડા ભરેલા હતા. તંત્રએ તમામ વાહનો અને લાકડાનો જથ્થો મળી કુલરૂ. 2,40,00,000/- (બે કરોડ ચાલીસ લાખ) નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડ્યો છે. આટલી મોટી સંખ્યામાં ટ્રકો ઝડપાતા વન વિભાગના પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.ઝડપાયેલા વાહનોનું વિગતવાર લિસ્ટ:
-
GJ 06 XX 1254
-
GJ 12 W 8677
-
GJ 11 Z 3411
-
GJ 03 AT 4347
-
GJ 02 XX 7607
-
GJ 07 TU 2663
-
GJ 07 YZ 9840
-
GJ 07 TW 2919
-
GJ 36 V 0666
-
GJ 36 B 5508
-
GJ 07 TU 4341
-
GJ 06 BT 6111
-
GJ 13 AT 6961
-
GJ 03 HJ 4921
-
GJ 36 V 7128
વાહન માલિક ના નામ :`
- અશ્વીનભાઇ ૫ટેલ રહે. મોરબી
- ગોપાલભાઇ વડેજા રહે. ગોંડલ
- વેજાભાઇ મેરામણભાઇ રહે. પોરબંદર
- દિનેશભાઇ વાઘરોડીયા રહે. નીનામા તાલુકો : સાયલા
- જેઠાભાઇ બચુભાઇ રબારી રહે. પોરબંદર
- જયદી૫સિંહ ૫રમાર રહે. કઠલાલ
- યોગેશભાઇ ૫ટેલ રહે. કઠલાલ
- રાજુભાઇ ડાભી રહે. ક૫ડવંજ
- વિરપાલભાઇ રહે. મોરબી
- રાજુભાઇ રહે. મોરબી
- મનોજભાઇ ૫ટેલ રહે. કઠલાલ
- જયંતીભાઇ ૫રમાર રહે. કઠલાલ
- હર્ષદભાઇ ઠાકોર રહે. હળવદ
- હર્ષદભાઇ ઠાકોર રહે. હળવદ
- હર્ષદભાઇ રબારી રહે. મોરબી
આ રેકેટમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાના વાહનો સંડોવાયેલા જોવા મળ્યા છે:
-
મોરબી: 6 ટ્રક
-
કપડવંજ (ખેડા): 5 ટ્રક
-
પોરબંદર: 2 ટ્રક
-
ગોંડલ: 1 ટ્રક
-
સાયલા: 1 ટ્રક
આઇસર / ટ્રકના વાહનોના ડ્રાઇવરના નામ :`
- મહેશભાઇ સુરેલા રહે. મોરબી
- ગંગારામભાઇ બીલવાલ રહે. દાહોદ
- સુમરાભાઇ ખુટી રહે. પોરબંદર
- દિનેશભાઇ વાઘરોડીયા રહે. નિનામા તાલુકો : સાયલા
- લખુભાઇ રબારી રહે. પોરબંદર
- રાહુલભાઇ ૫રમાર રહે. ખેડા
- આશીકભાઇ મલેક રહે. કઠલાલ
- વિશ્વજીતસિંહ ઝાલા રહે. કઠલાલ
- રજબભાઇ બલોચ રહે. રાજસ્થાન
- શાહમહમંદભાઇ રહે. ઉતર પ્રદેશ
- પાર્થભાઇ સુથાર રહે. કઠલાલ
- શૈલેષભાઇ સોલંકી રહે. કઠલાલ
- રવિભાઇ સિંગાર રહે. મઘ્યપ્રદેશ
- પ્રકાશભાઇ મુળીયા રહે. મઘ્યપ્રદેશ
- મુકેશભાઇ ૫રમાર રહે. મઘ્યપ્રદેશ
કાયદેસરની કાર્યવાહી
તંત્ર દ્વારા વાહન માલિકો અને ડ્રાઈવરો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર લાકડાના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.







