સુરતમાં ST નિગમના નિવૃત કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પેન્શન આપવાની માગ સાથે આવેદનપત્ર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમનના નિવૃત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમનના નિવૃત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપીને માગ કરી હતી કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે. આ આદેશને 11 મહિના વિતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી આ કારમી મોંઘવારીમાં નિવૃત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે.
પેન્શન ઓછું મળે છે
પેન્શનની રકમથી પરિવારને બે સમયનુ- - ભોજન પ્રાપ્ત થાય તેટલુ પણ પેન્શન મળતુ નથી, જેને કારણે નિગમના નિવૃત કર્મચારીની સ્થીતી દયાજનક બનેલ છે. વયોવૃધ્ધ ઉમરને કારણે નાનીમોટી બિમારીની સારવાર પણ આપ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી. આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત થતાં તેમને મળેલ રકમ જોતાં ૭૦૦/ થી ૨૫૦૦/ સુધીની મર્યાદીત રકમ જ મળે છે. આ મોઘવારીમાં આ રકમમાંથી નિવૃત કર્મચારી તેમજ તેમની પત્નિનું દૈનંદિન જીવન વ્યતિત થાય ખરુ ?
રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
સરકાર દ્વારા વયવંદના અને માતૃવંદના જેવા સીનીયર સીટીઝનો માટે સન્માન આપવાના કાર્યકૂમો કરે છે. પરંતુ ઈ.પી.એસ. ના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવતુ નથી તેવુ પ્રજાને લાગી રહેલ છે. જેની ઘેરી અસર સંસ્થાકીય માળખાઓ ઉપર અવિશ્વાસની અસર ઉભી થઈ રહેલ છે. આ અસર લાંબાગાળે સરકારશ્રીને અને વહીવટી પ્રક્રીયાઓન વિક્ષેપ ઉભો કરે તેવુ વાતાવરણ દેશભરમાં થઈ રહેલ છે. જેની ગંભીરતાપુર્વક નોંધ લઈ જેટલા ટુંકાગાળામાં ઈ.પી.એસ. ઓના સભ્ય કામદારોને હાયર પેન્શન ચુકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. અન્યથા સીનીયર સીટીઝનો રાજયવ્યાપી આંદોલન કરશે. તેની ઘેરી અસર રાજયની વહીવટી પ્રક્રીયા ઉપર પડશે. જેની ગંભીરતાપુર્વક નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.








