મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: દાંતરડાના ઘા મારી નિવૃત્ત આર્મી મેન પતિએ કરી પત્નીની હત્યા

Mehsana News: મહેસાણામાં પતિએ પત્નીની હત્યા કાર્યની બીજી ઘટના સામે આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં મહેસ

મહેસાણા: દાંતરડાના ઘા મારી નિવૃત્ત આર્મી મેન પતિએ કરી પત્નીની હત્યા

Mehsana News: મહેસાણામાં પતિએ પત્નીની હત્યા કાર્યની બીજી ઘટના સામે આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુર ગામની સીમમાં પતિએ  કુહાડીના 3 ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો.  હવે વડસ્મા ગામમાં એક પતિએ પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું છે.  

ઘર કંકાસમાં નિવૃત્ત આર્મી મેન પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

ઘટના અંગે મળતી માહિતી મુજબ મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં રમેશ પ્રજાપતિ નામના નિવૃત્ત આર્મી મેને પોતાની 46 વર્ષીય પત્ની મીનાબેન પ્રજાપતિ ની દાંતરડાના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 

પ્રાથમિક માહિતી અનુસાર પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા, જેથી ઘર કંકાસને કારણે હત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા લાંઘણજ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું દાંતરડું કબ્જે કર્યું છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો