મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : માથાભારે જાનૈયાઓએ કરી ઢોલી યુવકની ઘાતકી હત્યા, જાણો શું છે મામલો

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સોમવારની રાત્રે હત્યાની બે ઘટના ઘટી હતી. કાગડાપીઠમાં ઢોલ વગાડવા જેવી બાબતમાં હત્યા

અમદાવાદ : માથાભારે જાનૈયાઓએ કરી ઢોલી યુવકની ઘાતકી  હત્યા, જાણો શું છે મામલો

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સોમવારની રાત્રે હત્યાની બે ઘટના ઘટી હતી. કાગડાપીઠમાં ઢોલ વગાડવા જેવી બાબતમાં હત્યા કરવામાં આવી,  તો કાલુપુરમાં પૈસાની લેતીદેતીમા યુવકની હત્યા કરાઈ. હત્યાના બંને કેસમાં પોલીસે હત્યા કરનાતા આરોપીની ધરપકડ કરી છે. 

કાગડાપીઠમાં ઢોલી યુવકની હત્યા 

સોમવારની રાત્રે ગીતામંદીર પાસે એક યુવકની હત્યા થી ચકચારમચી ગઇ છે. લગ્નના વરઘોડામાં ઢોલ વગાડનાર યુવકની ચાર માથાભારે જાનૈયાઓએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. મૃતક યુવક મહેન્દ્ર ઉર્ફે કરણ સોલંકી લેબોરેટરીમાં નોકરી કરે છે અને શુભ પ્રસંગમાં ઢોલ વગાડવા માટે પણ જાય છે.

હીરેન ખંડાગળેને ત્યા લગ્ન હોવાથી મહેન્દ્ર ઉર્ફે કરણ સોલંકી ઢોલ વગાડતો હતો, તે દરમિયાન  જાનૈયાઓ નાચતા હતા ત્યારે ઢોલી યુવક મહેન્દ્રનો હાથ અડી જતા મામલો બીચક્યો હતો. જે બાદ  ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમીત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવએ મળીને મહેન્દ્રની હત્યા કરી નાખી હતી. મહેન્દ્રના પિતાની ફરિયાદ બાદ કાગડાપીઠ પોલીસે ચારેય હત્યારાની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો