મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં મોંઘીદાટ કારો ભાડા ઉપર લઈને અન્યને પધરાવી દેવાયાના કૌભાંડનો પર્દાફાશ

સુરત શહેરમાં હાલ મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનના

સુરત/ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં મોંઘીદાટ કારો ભાડા ઉપર લઈને અન્યને પધરાવી દેવાયાના કૌભાંડનો પર્દાફાશ

સુરત શહેરમાં હાલ મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી લેવામાં આવતી હતી. ઊંચા ભાડાની લાલચ આપીને ગોડીઓ ભાડેથી લઈને અન્ય ઈસમોને ગીરવે આપી દેવામાં આવી હતી. આ રીતે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. જેથી 11 જેટલી ગાડીઓ પોલીસે કબ્જે લીધી છે.

ભાડા પટ્ટા પર ગાડીઓ લેવાતી

ફરિયાદના આધારે શહેરમાંથી 11 જુદા જુદા મોડેલની ગાડીઓ કબ્જે લેવામાં આવી હતી. આ ગાડીઓ શહેરના અલગ અલગ લોકો પાસેથી લેવામાં આવી હતી. મેટ્રો ટ્રેનના કામકાજમાં ભાડે ફોર વ્હીલર ગાડીઓ મૂકવાના બહાને અંદાજે એક કરોડની કિંમતની 11 જેટલી ગાડીઓ કબ્જે કરવામાં આવી હતી.

શરૂઆતમાં ઊંચુ ભાડું અપાતું હતું

સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ જગ્યાના લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં બે ત્રણ માસ ભાડુ ચૂકવવામાં આવતું હતું. બાદમાં ગાડીઓ લઈને અન્ય લોકોને આપી દેવામાં આવી હતી. જેથી પોલીસે ગીરવે રહેલી 11 ગાડીઓ કબ્જે લઈને અમરેલી પોલી સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમાચાર શેર કરો