દૂધ ધારા ડેરીમાંથી રાજીનામાને લઈને સહકારી ક્ષેત્રે ગરમાવો, સાંસદ વસાવાએ ગાંધીનગરની નેતાગીરી પર કર્યા આવા આક્ષેપ
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણીઓ આવવાની છે. ત્યારે અત્

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણીઓ આવવાની છે. ત્યારે અત્યારથી જ ભાજપમાં તેને લઈને અંદરો અંદરના ડખા સપાટી પર આવતા જાય છે. આ ડખાને આગમાં ઘી આપવાનું કામ તાજેતરમાં બનેલી ઘટનાએ કર્યું છે. જેમાં દૂધ ધારા ડેરીમાંથી રાજીનામા પડ્યા છે. આ ઘટનાને લઈને સાંસદે કહ્યું કે, સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી નિર્ણય લેવાય છે. તે યોગ્ય નથી.
રાજકારણ ગરમાયું
તાજેતરમાં જ ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને હટાવ્યા હતા. સાથે સાથે ઝઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા. આ બંને ઘટનાને લઈને એક સમયે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં આવેલા મહેશ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. મહેશ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભરૂચ દુધ ધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામ આપ્યું છે.
સાંસદે આપ્યું નિવેદન
મહેશ વસાવા ભૂતકાળમાં ડેરીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારે મહેશ વસાવાના રાજીનામાને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આજે નિર્ણય રહ્યા છે. એ ગેર વ્યાજબી છે. આવા નિર્ણયના કારણે પક્ષને પણ સહકાર ક્ષેત્રમાં નુકસાન થાય તેવી શક્યતા છે. તેઓએ કહ્યું કે, આ જાણી જોઈને કોઈ કરી રહ્યું છે. તેમ કહીને તેમને અંદરના અંદર ડખાને સપાટી પર છે તેમ કહ્યું હતું.








