મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ-ડાયવર્જન ધોવાઈ જતાં રજૂઆત, સાંસદે ગોળ ગોળ જવાબ આપતાં રોષ

છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાય વર્ઝન ધોવાઈ ગયા હતા.

પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ-ડાયવર્જન ધોવાઈ જતાં રજૂઆત, સાંસદે ગોળ ગોળ જવાબ આપતાં રોષ

છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાય વર્ઝન ધોવાઈ ગયા હતા. જેથી પાવી જેતપુરના વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. પાવી જેતપુરના વેપાર ધંધાને માઠી અસર પહોંચી હોવાનું કહેવાયું હતું. જોકે, સાંસદે ગોળ ગોળ જવાબ આપ્યા હોવાથી વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ડાયવર્જનની કામગીરીની માગ

ભારજ નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો અને બે કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. પાવી જેતપુર ખાતે 50થી વધુ ગામોના લોકો ખરીદી માટે આવતા હતા. તે લોકો પુલ તૂટવાના કારણે આવી શકતા નથી. તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો હતો. જેથી વાહન વ્યવહારને ભારે અસર પડી છે. આથી પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે. વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે. જેની અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપાર ધંધાને નુકશાન થઇ રહ્યુ છે. જ્યારે વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને પુલ ઝડપથી ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે. 

પ્રજા પરેશાન

છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવાએ કહ્યું કે, જે એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું હતું. તેની સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું. જ્યારે લોકોનો આક્ષેપ છે કે ડાયવર્ઝન બનાવનાર સામે સરકાર પગલા ભરે અને નવેસરથી ડાયવર્ઝન બનાવે તેની માંગ કરી રહ્યા છે. જ્યારે ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવનાર અધિકારીઓના વાંકે હાલ તો પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો