મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્

Ahmedabad news: સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. EDએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી, તે બાદ કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતા સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને વિશેષ ED કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટે રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. 

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગર સ્થિત નિવાસે EDના ધામા

આજે વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો