સુરતમાં સંબંધો શર્મસાર, ધોરણ 12 માં ભણતી તરુણી સાથે મિત્રના પિતાએ આચર્યું અવારનવાર દુષ્કર્મ
સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 12 માં અભ્યાસ કરતી 17 વર્ષની તરુ

સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 12 માં અભ્યાસ કરતી 17 વર્ષની તરુણીની માતા જેને ભાઈ માનતી હતી. તે અગાઉ તેમના ઘરની સામે રહેતા બે બાળકોના પિતાએ જ તરુણી ઘરે રોકાતી ત્યારે અવારનવાર દુષ્કરમાં આચરતો હતો. તરુણી મિત્ર સાથે હસીને વાત કરતી હોય વર્ષ અગાઉ ઝઘડો થયા બાદ હાલ ફરી તરુણી મિત્ર સાથે વાત કરતી હોય માતાએ પૂછતા હકીકત બહાર આવી હતી. જેથી પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયેલો
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં પૂણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરી હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે. લોકડાઉન બાદ તેઓ હાલના સરનામે મકાન ખરીદી રહેવા આવ્યા હતા. ત્યારે તેમના ઘરની સામે રહેતા મૂળ પોરબંદર રાણાવાવના આદિત્યાણાના વતની સંજય મનસુખ ફળદુ પત્ની, પુત્રી અને પુત્ર સાથે રહેતા હતા. બંને પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. શ્રમજીવીના પત્ની સંજયભાઈને પોતાના ભાઈ માનતા હતા. પીડિતા અને સંજયભાઈની દીકરી એક જ સ્કૂલમાં ભણતા હતા. બંને એકબીજાના ઘરે અવરજવર કરતા હતા, અને રોકાતા પણ હતા. જોકે તે અરસામાં પીડિતા અને સંજયભાઈનો પુત્ર એકબીજા સાથે વાત કરતા હોય શ્રમજીવીના પત્નીને નહીં ગમતા તેમણે સંજયભાઈ અને તેમના પત્નીને વાત કરી તેમના દીકરાને પોતાની દીકરીથી દૂર રહેવા કહ્યું હતું. તેમ છતાં બંને હસી મજાક કરી વાત કરતા હતા.
વર્ષ અગાઉ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સંજયભાઈ તે મકાન ખાલી કરીને પુણાગામ પોલીસ ચોકી પાછળ ઓમકાર સોસાયટીમાં રહેવા ચાલ્યા ગયા હતા. આજથી આઠ દિવસ પહેલા શ્રમજીવીના પત્નીને જાણ થઈ કે દીકરી અને અને સંજયનો દીકરો ફરીથી એક બીજા સાથે વાતચીત કરે છે. આ મામલે ફરી બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં તેમણે દીકરીને સ્કૂલે મોકલવાનું બંધ કરી તેને ઘરમાં રાખી હતી. તેની સાચી હકીકત પહોંચતા દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, તેના દીકરા સાથે વાતચીત કરવા સિવાય કોઈ સંબંધ નથી પણ પ્રેમના પિતા સંજયભાઈએ અઢી વર્ષ અગાઉ તેમના ઘરની સામે રહેતા હતા. ત્યારે તે તેમના ઘરે રાત્રે રોકાતી હતી. ત્યારે અવારનવાર તેમણે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.દીકરીની વાત સાંભળી તેની માતાએ ગતરોજ સંજયભાઈ વિરોધી પુણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને અટકાયત કરી છે.






