મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કોસ્ટ ઓફ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની રિજનલ ટેક્સ કોન્કલેવ, નવા કાયદાઓ વિષે થશે છણાવટ

સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ઓફ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા 14મી ડિસેમ્બરના ર

સુરતમાં કોસ્ટ ઓફ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની રિજનલ ટેક્સ કોન્કલેવ, નવા કાયદાઓ વિષે થશે છણાવટ

સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ઓફ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા 14મી ડિસેમ્બરના રોજ રિજનલ ટેક્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. અડાજણ વિસ્તારમાં આવેલા પરફોર્મિગ આર્ટ સેન્ટર ખાતે સમગ્ર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ 3 સેશનમાં નવા કાયદાઓ અને તેમાં પડતી મુશ્કેલીઓ વિષે તજજ્ઞો છણાવટ કરશે.

આ પણ વાંચોઃ સુરતમાં શિયાળામાં પણ મચ્છરજન્ય રોગચાળો યથાવત, ડેન્ગ્યુમાં યુવતી-બાળકના પ્રાણ પંખેરુ ઉડ્યાં

અલગ અલગ મુદ્દે ચર્ચા થશે

નેન્ટી શાહે કહ્યું કે, દિવસભર ચાલનારા કોન્કલેવની થીમ નેવિગેટિંગ ધ ટેક્સેશન લેન્ડસ્કેપ- ઓપર્ચ્યુનિટીઝ એ્ડ ચેલેન્જીસ છે. સમગ્ર કાર્યક્રમમાં કર સુધારાઓ, વ્યૂહરચનાઓ અને કર ચોકસાઈના અમલ પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે પૂર્વ રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ ઉપસ્થિત રહેશે. 

પાંચ રાજ્યમાંથી લોકો આવશે

ભરતભાઈ સવાણીએ કહ્યું કે, સમગ્ર કાર્યક્રમમાં સીએમએના ફાઈનલ યરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, પ્રેક્ટિશનર સહિતના ઈન્ડ્સ્ટ્રીઝના લોકો પણ જોડાશે. સમગ્ર કાર્યક્રમ સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થશે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા,મધ્યપ્રદેશ, છત્તિસગઢ સહિતના પાર્ટીસિપેટ ભાગ લેશે. 

આ સમાચાર શેર કરો