મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 સાચવજો: અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર, એક સપ્તાહ બાદ અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. અને હજુ પણ આગામી પાંચ

 સાચવજો: અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર, એક સપ્તાહ બાદ અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. અને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની નથી. એટલું જ નહીં  અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

24 મે અને 25 મેના દિવસે રેડ એલર્ટ 

અમદાવાદમાં તારીખ 24 મે અને 25 મેના દિવસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. 

એક સપ્તાહ બાદ ગરમીમાંથી રાહત મળશે

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળશે નહીં. આગામી પાંચ દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો