મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: TRP અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં પ્રથમ વખત ભરતી, 275 જગ્યા સામે 2147 ઉમેદવારોએ કરી અરજી

રાજકોટ મહાનગરપાલિકામાં TRP અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ફાયરવિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે.રાજકોટ મહાનગરપાલિકામાં 275 ફાયરમેનની

રાજકોટ: TRP અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં પ્રથમ વખત ભરતી, 275 જગ્યા સામે 2147 ઉમેદવારોએ કરી અરજી

રાજકોટ મહાનગરપાલિકામાં TRP અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ફાયરવિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે.રાજકોટ મહાનગરપાલિકામાં 275 ફાયરમેનની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાંથી 2147 ઉમેદવારોની અત્યાર સુધી અરજી આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ભરતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં 275 ફાયરમેનોની ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘણા સમયબાદ આ ભરતી પ્રક્રિયા શરૂ થતાં  2147 ઉમેદવારો દ્વારા અરજી  કરવામાં આવી છે જેમાંથી દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવી રહ્યા છે. આ અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે.

આ પણ વાંચો: 31st પહેલા સુરત પોલીસ એલર્ટ, વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

 4થી 8 ડિસેમ્બર સુધી પ્રેક્ટિકલ ટેસ્ટ યોજવામાં આવ્યું હતું.આ તમામ ફિઝિકલ ટેસ્ટ રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે આ ભરતી પ્રક્રિયા લેવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો