મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod: બેફામ કાર ચાલકે ત્રણ 3 લોકોને અડફેટે લીધા, 1નું મોત, 2 ઘાયલ

દાહોદ જિલ્લાના લીમડાબરા ગામે રાત્રે એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં એક કિશોરનું ઘટનાસ્થળે

Dahod: બેફામ કાર ચાલકે ત્રણ 3 લોકોને અડફેટે લીધા, 1નું મોત, 2 ઘાયલ

દાહોદ જિલ્લાના લીમડાબરા ગામે રાત્રે એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં એક કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ રાત્રિ દરમિયાન બે કિશોર સહિત કુલ ત્રણ લોકો લીમડાબરા ગામ નજીક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે, બેફામ ગતિએ આવી રહેલી એક ફોર વ્હીલ ગાડીએ ત્રણેય લોકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં 15 વર્ષીય રિતેશ ભાભોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ, 25 વર્ષીય અનિલ ભાભોર અને 12 વર્ષીય કરણ ભાભોર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે પરિવાના લોકોમાં ભારે રોષ અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ હિટ એન્ડ રનની ઘટનાને ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો