મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod news: નોકરી આપવાના બહાને આપ નેતાએ મહિલાનું અપહરણ કર્યું, અડપલાં પણ કર્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ

પૂર્વ BTP પ્રદેશ પ્રમુખ અને અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયેલ

Dahod news: નોકરી આપવાના બહાને આપ નેતાએ મહિલાનું અપહરણ કર્યું, અડપલાં પણ કર્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ

પૂર્વ BTP પ્રદેશ પ્રમુખ અને અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દાહોદ આપના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ મહિલાના અપહરણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ દાહોદ બી ડિવિઝન પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને શારીરિક અડપલાં કર્યા 

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ આપના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે દેવેન્દ્ર મેડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહિલાને નોકરી આપવાની લાલચ આપી તેણીનું અપહરણ કર્યું હતું. ગાડીની અંદર મહિલાને શારીરિક અડપલાં કર્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો