અમદાવાદમાં વધુ એક વિઝા કૌભાંડ, સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત આપી લાખો રૂપિયા સેરવીને ફરાર
ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે&n

ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં યુ.કે.ના વિઝા કરાવી આપવાના નામે એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
કેનેડામાં ઓફિસ ધરાવીને કામ કરતા હોવાનો દાવો કરીને લોકોને ફસાવ્યા
આરોપીઓએ કેનેડામાં ઓફિસ ધરાવીને કામ કરતા હોવાનો દાવો કરીને લોકોને ફસાવ્યા હતા. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને લોકોને આકર્ષ્યા હતા. સોશિયલ મીડિયા પર જાહેરત આપીને લોકોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.
45 લાખ રૂપિયા લઈને પણ વિઝા આપવામાં નહોતા આવ્યા
આ કૌભાંડમાં લગભગ 45 લાખ રૂપિયા લઈને પણ વિઝા આપવામાં નહોતા આવ્યા. આ ઘટનામાં વિવેક પટેલ, વૃંદા પટેલ અને કુશાલ રાજપુત નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઈકોનોમિક ઓફેન્સિસ વિંગએ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે..






