મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“કીર્તિ પટેલ સમાજનું દુષણ”, સુરતમાં કીર્તિ અને રામ ગઢવી સામે કાર્યવાહીની કોળી સમાજની માંગ

સાધુ-સંતની કોઈ જાતિ હોતી નથી. સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા સંબં

“કીર્તિ પટેલ સમાજનું દુષણ”, સુરતમાં કીર્તિ અને રામ ગઢવી સામે કાર્યવાહીની કોળી સમાજની માંગ

સાધુ-સંતની કોઈ જાતિ હોતી નથી. સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા સંબંધ તૂટી જાય છે, ત્યાં સુધી કે જન્મથી મળેલું નામ પણ. પણ હવે સાધુ-સંતો-મહામંડલેશ્વરોના વિવાદમાં જાતિ વચ્ચે લાવવામાં આવી રહી છે. અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29 ઓગસ્ટ, 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ 31 ઓગસ્ટ, 2024ના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા.  

ઋષિભારતી બાપુએ આ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ કોળી જાતિમાંથી આવે છે માટે તેમની સાથે આવું કરવામાં આવ્યું. અને જોતજોતામાં કોળી સમાજ ઋષિભારતી બાપુના સમર્થનમાં ઉતરી આવ્યો. કોળી સમાજે ઋષિભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા અને રેલીઓ પણ કાઢી. આવી જ એક રેલી સુરતમાં યોજાઈ હતી. 

સુરત શહેરમાં અઠવાલાઈન્સ ખાતે શહેર પોલીસ કમિશનરની કચેરીએ મોટી માત્રામાં સુરત જિલ્લા કોળી સમાજ સમાજના  લોકો ભેગા થયા હતા અને  ઋષિભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ ઋષિભારતી બાપુને બદનામ કરનારા કીર્તિ પટેલ અને રામ ગઢવી સામે કાર્યવાહીની માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી. 

કોળી સમાજના આગેવાને કહ્યું કે કીર્તિ પટેલ સમાજનું દુષણ છે. રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વોન્ટેડ છે,  પોલીસ તેને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. 

કોળી સમાજના આગેવાને કહ્યું કે આ બંને રીઢા ગુનેગારોએ  ઋષિભારતી બાપુને બદમાન કરવા માટે પ્લાન કરી કાવતરું કરેલ છે, આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 

આ સમાચાર શેર કરો