રાજકોટના બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ વોર્ડ નંબર 14ના બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ દારૂ કેસમાં ખુલતા ચક

રાજકોટ વોર્ડ નંબર 14ના બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ દારૂ કેસમાં ખુલતા ચકચાર મચી ગઈ હતી.ગોપાલનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે પ્રિયાંક લોખીલ અને મિત દેવડા નામના વ્યક્તિઓને 54 દારૂની બોટલ અને 24 ટીન બિયર સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મિત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી છે.
બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર દારૂની હેરાફેરીના આક્ષેપ
રાજકોટ વોર્ડ નંબર 14ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર દારૂની હેરાફેરીના આક્ષેપ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે અમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હશે તો પણ કાર્યવાહી થશે
જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હોય તો પણ કાર્યવાહી થશે. કાયદાકીય કાર્યવાહીમાં સમર્થન આપીશું. જયદીપની સંડોવણી હશે તો તેને નોટિસ અપાશે અને ૨૪ કલાકમાં જ ખુલાસો માંગવામાં આવ્યો છે.ભાજપ ક્યારેય ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપતું નથી.






