Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ Jamkandorana police nab 7 accused of gang laying 'honeytrap'

Video/ ફોન કોલ દ્વારા શિકાર....! 'હનીટ્રેપની જાળ' બિછાવતી ગેંગના 7 આરોપીઓને જામકંડોરણા પોલીસે દબોચ્યા

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હનીટ્રેપના માધ્યમથી લોકોને ફસાવીને નાણાં પડાવતી એક મોટી ગેંગને જામકંડોરણા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના કુલ સાત સભ્યોની ધરપકડ કરી છે, જેમાં પાંચ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે.

App Store

પુરુષોને ફોસલાવીને સુમસામ જગ્યાએ બોલાવવામાં આવતા 

એસપી, રાજકોટ ગ્રામ્ય, વિજયસિંહ ગુર્જરએ આપેલી માહિતી મુજબ, આ ગેંગની કાર્ય કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અત્યંત ચકચારજનક હતી. ગેંગના સભ્યો સૌપ્રથમ કોઈ પણ રીતે પુરુષોના મોબાઈલ નંબર મેળવતા હતા. ત્યાર બાદ ગેંગની બે મહિલાઓનો ઉપયોગ કરીને ભોગ બનનાર પુરુષ સાથે વાતચીત શરૂ કરવામાં આવતી અને મીઠી વાતો કરીને તેમને ફોસલાવવામાં આવતા. આ મહિલાઓ ભોગ બનનારને મળવા માટે કોઈ સુમસામ કે એકાંત જગ્યાએ બોલાવતા.

જેવો ભોગ બનનાર ત્યાં મહિલાને મળવા પહોંચતો, કે તરત જ ગેંગના અન્ય પુરુષ સભ્યો ત્યાં ધસી આવતા અને ભોગ બનનાર સાથે મારઝૂડ કરીને ગેરકાયદેસર સંબંધોના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા. આ ધમકીઓ આપીને તેઓ મોટી રકમ પડાવી લેતા હતા.

જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં આ ગેંગે ભોગ બનનાર પાસેથી રૂપિયા 7.5 લાખ પડાવી લીધા હતા. 

ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 આરોપીઓ

પોલીસે પકડેલા સાત આરોપીઓ પૈકી ચાર આરોપીઓનો અગાઉ પણ આ જ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો ઇતિહાસ રહેલો છે. પોલીસે હાલમાં તમામ 7  આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગે અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા હશે, જેની માહિતી આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન બહાર આવી શકે છે.

ગુનાખોરીના આ પ્રકારને ડામવા માટે પોલીસે આ ગેંગને ઝડપીને સરાહનીય કામગીરી કરી છે.