મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો, વિદ્યાર્થિનીઓ સામે શિક્ષક પેન્ટ ઉતારી વીડિયો બતાવતો અને પછી...

રાજ્યના શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના બેડી ગા

રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો, વિદ્યાર્થિનીઓ સામે શિક્ષક પેન્ટ ઉતારી વીડિયો બતાવતો અને પછી...

રાજ્યના શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના બેડી ગામની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સામે આવતા  રાજકોટ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. 

ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની લંપટ શિક્ષકે છેડતી કરી

રાજકોટના બેડી ગામમાં આવેલી સરકારી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની લંપટ શિક્ષકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  કમલેશ અમૃતિયા નામના શિક્ષકે ધોરણ 5 અને 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

શિક્ષક અર્ધનગ્ન થઈને વીડિયો દેખાડતો હતો

સરકારી શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો દેખાડતો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સામે અર્ધનગ્ન થઈને ચેનચાળા કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: નવેમ્બર 2024 સુધી સ્વાઇન ફ્લૂના 1999 કેસ, એક વર્ષમાં 55 લોકોના મોત

આ ઘટના મામલે શાળાની 10 વિદ્યાર્થીનીના વાલીએ લંપટ શિક્ષક વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે પણ જલ્દી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો