Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : shorturl.at/RajkotCrimeUpdate

VIDEO: રાજકોટમાં દલિત યુવકની હત્યા બાદ હોબાળો: સિવિલ ચોક ખાતે મૃતદેહ સાથે ચક્કાજામ, પોલીસે મામલો થાળે પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવી નામના યુવકની હત્યાને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે લાશને એમ્બ્યુલન્સમાં રાખીને રસ્તો રોકી (ચક્કાજામ) વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

App Store

ન્યાયની માંગ સાથે ચક્કાજામ
મૃતક ભાવેશ વાણવીની હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા. વિરોધ કરી રહેલા લોકોની માંગ હતી કે જ્યાં સુધી મુખ્ય આરોપી હમીર જોગરાણા અને તેની ગેંગની ધરપકડ કરવામાં ન આવે, ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં અને ઘરે પણ લઈ જશે નહીં. સિવિલ હોસ્પિટલ ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં ચક્કાજામ થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું.

પોલીસ એક્શન અને અટકાયત
પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તે પહેલા જ રાજકોટ પોલીસે એક્શન મોડમાં આવીને ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આંદોલનકારી આગેવાનોની અટકાયત કરી હતી. ત્યારબાદ, ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે એમ્બ્યુલન્સ મારફતે મૃતક ભાવેશની લાશને જૂનાગઢના વંથલી ખાતે રવાના કરવામાં આવી હતી અને પરિવારજનોને પણ સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યા હતા.

ગુનાહિત ઈતિહાસ અને તપાસનો ધમધમાટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી હમીર જોગરાણા અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. બીજી તરફ, મૃતક ભાવેશ વાણવી વિરુદ્ધ પણ મારામારી, રાયોટીંગ અને પ્રોહીબીશન જેવા 10 જેટલા ગુના નોંધાયેલા છે અને અગાઉ તેની સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસની 10 અલગ-અલગ ટીમો હાલ હમીર જોગરાણા અને તેના સાગરીતોને પકડવા માટે સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે.