Video: ટ્રેનની અડફેટે બે સિંહણના મોતથી વન વિભાગમાં દોડધામ

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત મામલે DCF ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગના નિવેદન મુજબ બંને મૃતક માદા સિંહણ છે અને તેમની અંદાજિત ઉંમર 2 થી 3 વર્ષની છે. જેતપુર વિસ્તારમાં અલગ-અલગ સિઝનમાં 5 થી 10 સિંહોની અવરજવર રહેતી હોવાથી વન વિભાગ દ્વારા સતત ટ્રેકિંગ કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં પ્રથમ વખત ટ્રેનની અડફેટે સિંહોના મોતની ઘટના બની છે. હાલ બંને સિંહણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મૃતક સિંહણો કયા ગ્રુપની હતી અને કયા વિસ્તારમાંથી આવી હતી તે જાણવા માટે વન વિભાગે ટ્રેકિંગ શરૂ કર્યું છે. ભવિષ્યમાં અન્ય સિંહો સાથે આવી દુર્ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવશે.
જાહેરાત












