Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot/ Retired armyman becomes victim of cyber fraud, ₹10 lakh missing from account!

Rajkot/ નિવૃત્ત આર્મીમેન બન્યા સાયબર ફ્રોડનો શિકાર, એકાઉન્ટમાંથી ₹10 લાખ ગાયબ!

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot/ નિવૃત્ત આર્મીમેન બન્યા સાયબર ફ્રોડનો શિકાર, એકાઉન્ટમાંથી ₹10 લાખ ગાયબ!
સોર્સ : gstv

સાયબર ક્રાઇમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રાજકોટમાંથી વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના 68 વર્ષીય નિવૃત્ત આર્મીમેન ગિરીશ મોનાણી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. બેંક કર્મચારી તરીકે ઓળખ આપીને આરોપીએ તેમને વિશ્વાસમાં લીધા હતા અને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખ જેટલી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

App Store

કેવી રીતે આચરવામાં આવ્યો ફ્રોડ?

પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરીશ મોનાણી કે જેઓ નિવૃત્ત આર્મીમેન છે અને તેમના પેન્શન સહિતની રકમ તેમના બેંક એકાઉન્ટમાં જમા થતી હતી, તેમને આરોપીએ બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને સંપર્ક કર્યો હતો.

સાયબર ગઠિયાએ પીડિતને વોટ્સએપ પર એક .APK ફાઇલ મોકલી હતી અને તેને ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. નિવૃત્ત આર્મીમેને ભૂલથી આ ફાઇલ ડાઉનલોડ કરતાંની સાથે જ તેમનું બેંક એકાઉન્ટનું નિયંત્રણ આરોપીના હાથમાં આવી ગયું હતું. આ ટેકનિકલ ફ્રોડના પરિણામે, તેમના બેંક એકાઉન્ટમાં રહેલ રૂપિયા ૧૦ લાખ જેટલી રકમ ગણતરીની મિનિટોમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પોતાની મહેનતની કમાણી અને પેન્શનની રકમ ગુમાવ્યા બાદ, નિવૃત્ત આર્મીમેન ગિરીશ મોનાણીએ તાત્કાલિક આ સમગ્ર ઘટના અંગે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.