Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: Thief who came to steal at night failed, know the whole incident

Rajkot News: રાત્રિના સમયે ચોરી કરવા આવેલો ચોર રહ્યો નિષ્ફળ, જાણો સમગ્ર ઘટના

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વીંછિયાના મોઢુકા ગામે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, દરમિયાન તે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે રાત્રિના સમયે મોઢુકા ગામે મુખ્ય બજારમાં આવેલી મોટર રીવાઇડીંગની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. 

App Store

સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચોરીના સમયે દુકાન માલિક દુકાનમાં જ સુતેલા હતા, તેથી આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. સામે આવેલા એક વીડિયોમાં એક ચોર દુકાનનું તાળું તોડતો જોવા મળે છે.

ચાર લોકો આવ્યા હતા ચોરી કરવા

ચોરી કરવા ચાર લોકો આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ચોરે તાળા તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે દુકાન માલિક જાગી ગયા હતા, આવી સ્થિતિમાં ચોર ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે વીંછિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.