Rajkot News: ધોરાજીમાં ઝાડા ઉલ્ટીના કેસ બાબતે GSTVના અહેવાલનો પડઘો

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પાંચપીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસ બાબતે GSTV ગુજરાતીના અહેવાલનો પડઘો જોવા મળ્યો છે. GSTV ગુજરાતી દ્વારા પાંચપીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસ બાબતે અહેવાલ કરવામાં આવ્યો હતો, આ અહેવાલને પગલે તંત્ર દોડતું થયું.
અધિકારી ધોરાજી દોડવા મજબૂર
અહીં ઝાડા ઉલ્ટીના 40 જેટલા કેસો નોંધાયા હતા અને કુલ 3 લોકોનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. GSTV ગુજરાતીએ આ અંગે અહેવાલ પ્રસારિત કરતા રાજકોટ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ધોરાજી દોડી આવ્યા હતા.
સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી
જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને એમની ટીમના ધોરાજી પાંચપીર વાડી વિસ્તારમાં ધામા હતા. જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગની 21 ટીમ દ્વારા પાંચપીર વાડીમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ તકેદારી રાખવામાં આવી
આ દરમિયાન નગર પાલિકાના પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાંચપીર વાડી વિસ્તારમાં ક્લોરિનની ટેબ્લેટ વિતરણ અને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી. રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી.

