Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Halvad trader commits suicide, suicide note mentions being tortured by 6 people

Morbi news: હળવદના વેપારીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં 6 શખ્સો દ્વારા ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: હળવદના વેપારીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં 6 શખ્સો દ્વારા ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ
સોર્સ : GSTV

મોરબી જિલ્લાના હળવદના વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. પોતાની કારમાં જ ઝેરી દવા પીને આપઘાત કરતા પોલીસે સ્યુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

 સ્યુસાઇડ નોટમાં 6 જેટલા શખ્સોનો ઉલ્લેખ 

હળવદના 44 વર્ષીય વેપારી નવનીતભાઈ રુગનાથભાઈ આદરોજાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. તેમણે પોતાની કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. મૃતક વેપારીની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં આશરે 5 થી 6 જેટલા શખ્સોના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાની માહિતી મળી છે, જેમાં બેંક કર્મચારીઓ અને અન્ય વેપારીઓનો સમાવેશ થાય છે.

નવનીતભાઈની લાશને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારજનોએ સ્યુસાઇડ નોટમાં નામ આપેલા તમામ શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.