Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: District Panchayat executive meeting,

Rajkot: ચૂંટણી પહેલાં જિલ્લા પંચાયતની કારોબારી બેઠક, વિકાસ કાર્યોમાં ગતિ લાવવા પર ભાર

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: ચૂંટણી પહેલાં જિલ્લા પંચાયતની કારોબારી બેઠક, વિકાસ કાર્યોમાં ગતિ લાવવા પર ભાર
સોર્સ : gstv

રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક યોજાઈ રહી છે, જેના પર સૌની નજર ટકેલી છે. આગામી ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી હોવાથી, જિલ્લામાં વિકાસ કાર્યોની ગતિ વધારવા પર ભાર મૂકવામાં આવશે. આજના એજન્ડામાં કુલ 36 ટેન્ડરો બાબતે નિર્ણય લેવામાં આવનાર છે, જેથી ચૂંટણી પહેલાં વિવિધ પ્રોજેક્ટ્સની પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવી શકાય.

App Store

બિલ પર તપાસ યથાવત્

એક તરફ વિકાસના કાર્યોની ગતિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ એક ગંભીર નાણાકીય મામલો હજુ પણ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયતના સ્થળાંતર અને સેટઅપ બાબતેના 84  લાખ રૂપિયાના વિવાદાસ્પદ બિલ અંગેની તપાસ હજુ પણ ચાલુ છે.

આ મામલે તત્કાલિન પ્રમુખ અને કારોબારી ચેરમેનના આદેશ બાદ ડીડીઓ (જિલ્લા વિકાસ અધિકારી) દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીને 15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ હજુ પણ પૂર્ણ થઈ નથી.

આજની કારોબારી બેઠકમાં 36  ટેન્ડરો પર નિર્ણયો લેવા સાથે, આ 84 લાખના બિલની તપાસની પ્રગતિ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.

ટોપિક્સ:RajkotRajkot news