મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુર: 5થી વધુ શખ્સોએ યુવાનનું અપહરણ કરી માર્યો માર, અર્ધબેભાન હાલતમાં જાહેરમાં ફેંકી દીધો

જેતપુરના નવાગઢ વિસ્તારમાં યુવકને કેટલાક શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. નવાગઢ વિસ્તારમાં રહે

જેતપુર: 5થી વધુ શખ્સોએ યુવાનનું અપહરણ કરી માર્યો માર, અર્ધબેભાન હાલતમાં જાહેરમાં ફેંકી દીધો

જેતપુરના નવાગઢ વિસ્તારમાં યુવકને કેટલાક શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. નવાગઢ વિસ્તારમાં રહેતા સમીર ખેરાળી નામના યુવકને માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં છોકરીની બાબતે આ યુવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

ધોકા,પાઇપ,લોખંડના હથોડા વડે ઢોર માર માર્યો

 મળતા અહેવાલ પ્રમાણે આ શખ્સો યુવકને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને ઇલાહી ચોકમાં લઈ ગયા હતા. ઈલાહી ચોકમાં યુવાનને ધોકા,પાઇપ,લોખંડના હથોડા વડે ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ કૌભાંડ: રાજ્યમાં 19 સ્થળો પર EDના દરોડા, 600થી વધુ બોગસ ખાતામાંથી કરોડો ઝડપાયા

 યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં જાહેરમાં ફેંકી દીધો 

આરોપીઓએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જાહેરમાં ફેંકી દીધો હતો. તો બીજી તરફ  ઇજાગ્રસ્ત યુવકને જેતપુર સારવાર અર્થે સરકારી બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો હતો. સમગ્ર મામલે  જેતપુર પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. અને આ મામસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો