પોસ્ટ ઓફિસ કૌભાંડ: રાજ્યમાં 19 સ્થળો પર EDના દરોડા, 600થી વધુ બોગસ ખાતામાંથી કરોડો ઝડપાયા

ગુજરાતમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયું છે. રાજ્યની સંખ્યાબંધ પોસ્ટ ઓફિસોમાં કરોડોના કૌભાંડને લઈને ઈડીએ 19 સ્થળે દરોડા પાડ્યા છે. દરોડા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. રાજ્યમાં 19 સ્થળે દરોડામાં 606 બોગસ ખાતાથી કુલ રૂપિયા 18.60 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. પોસ્ટ ઓફિસ કૌભાંડમાં અનેક અનેક અધિકારીઓ,કર્મચારીઓની સંડોવણી ખુલવાની શક્યતા સેવાઈ રહી છે.
18.60 કરોડનું કૌભાંડ ઝડપાયું
રાજ્યની ગોંડલની મેંગણી,જામનગરની સૂરજકરાડી,રાવલવાડી પોસ્ટઓફિસ,ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસમાં બોગસ રિકરીંગ ખાતા ચલાવવામાં આવતા હતા. આ બોગસ ખાતા ચલાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું કૌભાંડ ઝડપાયું છે.
આ પણ વાંચો: વડોદરા: સગીરાની છેડતી કરનાર 2 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની આકરી સજા
ગોંડલની જ એક જ પોસ્ટઓફિસમાં 9.97 કરોડની ગોલમાલ ઝડપાઈ
ગોંડલની મેંગણી પોસ્ટ ઓફિસમાં જ રૂપિયા 9.97 કરોડની ગોલમાલ ઝડપાઈ હતી. કૌભાંડને લઈને મેંગણી પોસ્ટ માસ્ટરે બે વર્ષ પહેરેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, હાલ આ પોસ્ટ ઓફિસમાં પણ દરોડા પડ્યા હતા.
ગોંડલ ડિવિઝનની મેંગણી સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર દ્વારા તા.૧૬-૧૦-૨૦૧૯થી તા.૨૧-૧૧-૨૦૨૨ દરમિયાન રૂ ૯.૯૭ કરોડની ગરબડ આચર્યાનું ખુલ્યું હતું. આ કૌભાંડ માટે એવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હતી કે સરકારી ખાતાના સોફ્ટવેર (એસએપી)ના યુટિલિટી ટૂલનો ઉપયોગ કરીને મેન્યુઅલી ખોટા પેમેન્ટ થયાની વિગતો અપલોડ કરી હતી.

