વડોદરા: સગીરાની છેડતી કરનાર 2 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની આકરી સજા

વડોદરાની સાવલીની પોકસો કોર્ટે ખાસ ચુકાદો સંભળાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે વર્ષ 2022માં જરોદ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે રોમિયોગીરી સડક છાપ અને સગીરાઓની છેડતી કરતા બે આરોપીઓને ૭ વર્ષની સજા તેમજ પોક્સો સહિત ગુનામાં બંને આરોપીઓને૧.૧૫ લાખ નો દંડ ફટકારી ને કોર્ટે દાખલા રૂપ ચુકાદો આપ્યો છે.
સગીરાને સાથે યુવાને કરી હતી બળજબરી
તા.૭-૯-૨૦૨૨ના રોજ ટયુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સગીરાને બાંકડા પર બેસેલા બે યુવકો દ્વારા બળજબરી કરવામાં આવી હતી, અને કારમાં બળજબરીપૂર્વક ભગાડીને લઈ ગયા હતા.
આ પણ વાંચો: BZ જેવું બીજું કૌભાંડ : એકના ડબલ લેવાની લાલચમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના અનેક લોકો છેતરાયા
પોલીસે બન્ને આરોપીની કરી ધરપકડ
આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ આદરી હતી. ત્યારબાદ બન્ને આરોપીઓને દબોચ્યા હતા.

