'ખોટમાં ચાલે છે નું સતત રટણ': રાજકોટની વિવિધ હોસ્પિટલોને PMJAY યોજના હેઠળ સરકારે 422 કરોડ ચૂકવ્યા
રાજ્યના રાજકોટ શહેરની કેટલીક હોસ્પિટલોનો PMJAY યોજના હેઠળ કરોડો રૂપિયા ચૂકવવા

રાજ્યના રાજકોટ શહેરની કેટલીક હોસ્પિટલોનો PMJAY યોજના હેઠળ કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ શહેરની વિવિધ હોસ્પિટલોને PMJAY યોજના હેઠળ 422 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
77 હોસ્પિટલમાં છેલ્લા 17 મહિનામાં 1.96 લાખ દર્દીઓએ કરાવી સારવાર
શહેર અને જિલ્લાની 77 હોસ્પિટલમાં છેલ્લા 17 મહિનામાં 1.96 લાખ દર્દીઓએ PMJAY યોજના હેઠળ સારવાર કરાવી હતી. રાજકોટની કેન્સર સોસાયટીને PMJAY યોજના હેઠળ 44.57 કરોડ ચૂકવવામાં આવ્યા છે, તો બીજા ક્રમે સ્ટર્લીંગ હોસ્પિટલને 42.96 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: નટવરગઢ: 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના દીકરા પર કર્યો હુમલો, સરપંચ પુત્રનું મોત
હોસ્પિટલો ખોટમાં ચાલતી હોવાના રટણ સામે સરકારી આંકડાઓ સામે આવ્યા
આમ હોસ્પિટલો ખોટમાં ચાલતી હોવાના રટણ સામે સરકારી આંકડાઓ સામે આવ્યા છે. શહેરમાં PMJAY યોજના હેઠળ 61 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ તમામ હોસ્પિટલમાં વર્ષ 2023થી ડિસેમ્બર-2024 સુધીમાં લાખો દર્દીઓએ સારવાર કરાવી છે.






